અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભુકંપ, 10 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા

ભુકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 31 કિમી દૂર અને જમીનથી 3.1 કિમી નીચે : કોઈ જાનહાનિ નહિ 

રેક્ટર સ્કેલ પર 4.8 ની તીવ્રતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) અરવલ્લી સહીત ઉત્તર ગુજરાતમાં રાતે 10:30 વાગ્યાની આસપાસ ભુકંપનો આંચકો અનુભવાતા લોકોમાં નાસભાગ મચી હતી. સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર સહિતના જિલ્લાઓમાં અંદાજે 10 સેકન્ડ સુધી ભુકંપના આંચકા અનુભવાયો હોવાનું લોકો જણાવી રહ્યાં છે, અંબાજીમાં લોકો ભુકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર, ખેડબ્રહ્મા સહિત ઉત્તર ગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા દોડધામ મચી જવા પામી હતી. તમામ વિસ્તારોમાં અંદાજે 10 સેકન્ડ સુધી ભુકંપનો આંચકો અનુભવાયો હતો. તો હાલ ભુકંપની તિવ્રતા અંદાજે 4.8 ની તિવ્રતાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.તો ભુકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 31 કિમી દૂર અને જમીનથી 3.1 કિમી નીચે એપી સેન્ટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો હાલ કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. તંત્રએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે.