રાજકોટ: પરિમલ ઘેલાણી આયોજિત કાર્યક્રમમાં સુરતાલ કરાઓકે ગ્રુપના ગીતોની જમાવટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  રાજકોટ, શ્રી પરિમલભાઇ ધેલાણી આયોજીત રાજકોટનાં હેમુગઢવી હોલ ખાતે કરાઓકે ઉપર નોન-પ્રોફેશનલ ગાયકો દ્વારા જુના-નવા બોલીવુડ ગીતોની સુંદર રજુઆત કરવામાં આવી હતી, આ કાયૅક્રમમાં જેમણે ગીતો રજુ કરેલ તેમાં રાજકોટ નાં ડેપ્યુટી ઇન્કમટેકસ કમિશનર શ્રી પ્રદિપ પરાંત, સ્ટર્લિંગ હોસ્પિટલ નાં ડોકટર શ્રી નિરલભાઇ મહેતા અને ડોકટર શ્રી મયુર વાધેલા,રાજકોટનાં જાણીતા સી.એ શ્રી પરેશભાઇ બાબરીયા, એડવરટાઇઝીંગ ક્ષેત્રે નામ ધરાવનાર શ્રી મિતેષભાઇ મહેતા,વોડાફોન અને અમુલ કંપનીના ડીસ્ટ્રીબયુટર શ્રી અમિત સચદે, શ્રી ભરત કારીયા, શ્રીમતિ રીપલબેન છાપીયા,જાણિતા ઉદ્યોગપતિ શ્રી મહેશ કોટક, શ્રી ધીરેન પટેલ, અને ૯ વષૅની બાળકી હષૅી ભટ્ટ દ્વારા ગીતો રજુ કરવામાં આવેલ આ ઉપરાંત પ્રોફેશનલ ગાયક શ્રી સુનિલ ગઢીયા જેમણે વોઇસ ઓફ કિશોર તરીકે નામના મેળવી છે તેણે પણ કિશોરદા નું ગીત ગાયેલ.
આ કાયૅક્રમમાં શ્રી પરિમલભાઇ ધેલાણી ની વિનંતી ને માન આપીને   નાગપુર થી ઇન્ટકમટેકસ કમિશનર શ્રી રાજીવ રાનડે ખાસ હાજરી આપેલ અને તેમણે બાંસુરી વાદન કરી શ્રોતાઓ નાં મન મોહી લીધા હતા, શ્રી પ્રદિપ પરાંત દવારા ગવાયેલ કિશોરદા નું ગીત ઐસે નાં મુજે તુમ દેખો, ડો. નિરલ મહેતા  એ બે નવા  ડયુએટ  સોંગ ગાયેલ જેમાં તેને ૯ વષેની હષૅી ભટ્ટે સાથ આપ્યો હતો, ડો. મયુર વાધેલાએ  આશિકી ફિલ્મ નુ અબ તેરે બીન, પરેશ બાબરીયા નાં ૨ મેડલી ગીતો, અમિત સચદે એ  ઓ  રે પીઆ અને શંકર મહાદેવન નું બ્રેથલેસ ગીત, ૯ વષૅ ની બાળકી હષૅી ભટ્ટે  ગાયેલ જાનેજા ઓ  મેરી જાનેજા, કલાસીકલ ગીત સત્યમ શિવમ સુંદરમ્  અને ચીન ચીન ચું બાબા ગીતે ભારે જમાવટ કરીને શ્રોતાઓ ને વન્સમોર બોલવા માંટે મજબુર કરી દીધેલ પરંતુ સમયનાં અભાવે વન્સમોર ને પ્રાધાન્ય  આપી શકાયું ન હતુ, આ ઉપરાંત મિતેશ મહેતા, પરેશ બાબરીયા અને ડો. નિરવ મહેતા અે ૧૦ ગીતોની મેલડી સીક્રોનાઇઝ કરી શ્રોતાઓ નાં દિલ જીતી લીધા હતા, ભરત કારીયાએ ગાયેલ જીંદગી એક સફર હે સુહાના તથા નખરેવાલી ગીતો ને શ્રોતાઓએ સ્ટેન્ડીંગ ઓવેશન આપી તેમનું અભિવાદન કરેલ, રીપલબેન છાપીયા કે જેઓ  લંડન થી સીધાજ સ્ટેજ ઉપર આવી લતાજીનાં ૨ ગીતો ગાયને સંગીત પ્રત્યે ની તેમની સાધના સાબિત કરી દીધી હતી,ધીરેન પટેલે મેઇલ અને ફીમેલ વોઇસ માં ગાયને શ્રોતાઓ ને અચંભિત કરી દીધેલ, મહેશ કોટક કે જેમની આયુ ૭૩ વષૅની છે જેમણે હેમંતકુમારનાં ગીતો આબેહૂબ ગાયને એ સાબિત કરી આપ્યું કે કોઇપણ ઉમરે આપ ગાઇ શકોછો માત્ર સંગીત પ્રત્યે ની તમારી લગન અને નિષ્ઠા જરુરી છે.
સુરતાલ ગૃપનાં આ કાયૅક્રમ પછી કાયૅક્રમ નિહાળવા આવેલ શ્રોતાઓ માંટે એલ.જી કિરણ ટેલિવિઝન દવારા કરાઓકે કોમ્પીટિશન નું આયોજન કરવામાં આવેલ જેમાં પાંચ વિજેતાઓ ને તેમના તરફથી બ્લુટુથ સ્પીકર  આપવામાં આવેલ, આ કાયૅક્રમ માં રાજકોટનાં જાણીતા આગેવાનોએ હાજરી આપેલ હતી. (  અહેવાલ – પરાગ ભટ્ટ, રાજકોટ) 

તમામ સમાચારોથી અપડેટ રહેવા નીચે આપેલ વોટ્સએપ આઇકોન પર  ક્લીક કરી વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેવા વિનંતી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા આ આઇકોન પર ક્લીક કરો