સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આ વર્ષથી જ મળશે : નીતિન પટેલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ), તા. 29 સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શિક્ષણ તેમજ નોકરીમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી અને સંસદમાં અને રાજયસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ભારત સરકારના આ કાયદાનો અમલ રાજ્યમાં 23 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો. ચૂંટણીની આદર્શ આચાર સંહિતા સમાપ્ત થયા બાદ સરકાર દ્વારા આ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે આગામી સત્રથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજના મેડિકલ અને એન્જિનિયરીંગના ઉચ્ચ અભ્યાસમાં 10% EBCનો અમલ થશે.

નીતિન પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, “ 23-1-2019ના રોજ સરકારે બિન અનામત જ્ઞાતિઓને આર્થિક અનામત આપવાનો કાયદો પસાર કર્યો અને તેને અમલમાં મૂકી દીધો છે અને સરકારી ભરતી ચાલે છે તેમાં 10 ટકા આર્થિક અનામતનો કાયદો અમલમાં મૂકી અને લાભ આપવાની શરૂઆત થઈ ગઈ છે. ”