મોરબી: ફાયર સેફટી અંગે બેદરકાર સંસ્થા સામે કલેક્ટરની લાલ આંખ : નોટિસ આપી સીલ કરવાના આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) સુરતની દુર્ઘટના બાદ મોરબી તંત્ર સફાળું જાગ્યું છે. ફાયર સેફટીમાં લોલમલોલ કરતી સંસ્થાઓ સામે લાલ આંખ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આ તમામ મિલ્કતોને સિલ કરી દેવનો પણ જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. આ સાથે જિલ્લા કલેકટરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને ફાયર સેફટીના સાધનો વગરની સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

સુરતની દુર્ઘટના બાદ મોરબી જિલ્લામાં તંત્રએ હરકતમાં આવીને  તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ફાયર સેફટી વિહોણી 98 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં 58 ટ્યુશન કલાસ, 14 શૈક્ષણિક સંકુલ, 5 રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસ તેમજ 20 હોસ્પિટલનો સમાવેશ થાય છે.

તમામ સમાચારોથી અપડેટ રહેવા નીચે આપેલ વોટ્સએપ આઇકોન પર  ક્લીક કરી વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેવા વિનંતી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા આ આઇકોન પર ક્લીક કરો