મોરબી: સર્વોપરી ડે સ્કૂલનો વિદ્યાર્થી ભાવિક 12 સામાન્ય પ્રવાહમાં 99.99 PR સાથે રાજ્ય તથા મોરબી જિલ્લામાં પ્રથમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબીની સર્વોપરી ડે સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનો અભ્યાસ કરતો વિદ્યાર્થી ભાવિક કૌશિકભાઈએ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 PR  તેમજ 94.30% પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં અને મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો  છે. ભાવિકના  પિતા મેરી ટાઈમ બોર્ડમાં ફાયરમેન તરીકે ફરજ બજાવે છે. ભાવિકનો પરિવાર તેમની આ સિદ્ધિથી ખુબ ખુશ છે. ભાવિક તેમની આ સિદ્ધિનો શ્રેય તેમના માતા પિતા અને ગુરુજનોને આપે છે.