સુરતની દુર્ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા : તપાસનો ધમધમાટ

ફાયર સેફ્ટી વગરના ટ્યૂશન ક્લાસિસોને સીલ પણ માર્યા 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ ભિષણ આગ લાગી હતી. અને આગમાં 20 જિંગદીઓ બુજાઇ હતી. આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. ફાયર વિભાગ અને તંત્ર દ્વારા ટ્યૂશન ક્લાસિસ અને બિલ્ડિંગોમાં તપાસ હાથધરી હતી. અને ફાયર સેફ્ટી વગરના ટ્યૂશન ક્લાસિસોને શીલ પણ માર્યા હતા. સુરતની ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. મોરબી સહિતના ગુજરાતના તમામ શહેરોમાં  તંત્ર હરકતમાં આવ્યું છે અને આજ સવારથી જ તંત્રની ટીમ ફાયર સેફટીની સુવિધા ન ધરાવતા ખાનગી ટ્યુશન કલાસીસ પર ધોસ બોલાવી  હતી. આ કાર્ય.વાહીના પગલે ખાનગી ટ્યુશન કલાસીસના સંચાલકોમાં ફફડાટ મચી ગયો છે અને તંત્રની કાર્યવાહીથી બચવા ઘણા ટ્યુશન કલાસીસના સંચાલકો તાળા મારીને ભાગી જતા તંત્રએ તેમને વોટ્સએપમાં નોટિસ મોકલાવી છે.

જૂનાગઢમા દાદાગીરીથી ટ્યુશન ક્લાસ ચલાવતા લેભાગુઓ ફરાર થયા છે. ઠેરઠેર ચાલી રહેલા ટ્યુશન ક્લાસ સામે તંત્રએ લાલ આંખ કરી છે. એમ.જી રોડ ઉપર કોઇપણ સેફ્ટી વગર ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસને નોટિસો આપવામાં આવી છે.