સુરત : તક્ષશિલા આગમાં 15થી વધુના મોત, રેસ્ક્યુ ઓપરેશન સમાપ્ત

સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. જેમાં 15થી વધુના મોત થયા છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) સુરતમાં ફરી એકવાર ભીષણ આગની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા આર્કેટ એપાર્ટમેન્ટના બીજા માળે ભીષણ આગ લાગી હતી. આ ભયંકર આગમાં અનેક વ્યક્તિઓ ફસાયા હતા. આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. 18 ફાઈર ફાઈટરના કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને આગમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરી હતી. 

સિનિયર આઈએએસ મુકેશ પુરીને તપાસ સોંપાઈ. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું પોલીસ કમિશનર આ અંગે ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે. 

સુરતમાં તક્ષશિલા ઈમારતમાં લાગેલી ભીષણ આગ મામલે તંત્ર દોડતું બન્યું છે. સુરતના સાંસદ દર્શનબહેન જરદોષ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. બીજી તરફ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારે તપાસના આદેશ આપી દીધા છે.  

બીજી તરફ લેટેસ્ટ અપડેટ સામે આવી છે કે હાલ આગ લાગી તે ફ્લોર પરથી બાકીના તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવાયા છે. ફાયરબ્રિગેડના સ્ટાફે આખા ફ્લોરને ક્લિયર કરી દીધો છે. હવે આગ લાગી તે ફ્લોર પર કોઈ નથી. 

ચોંકાવનારી વાત એ છે કે પાંચમાં માળે લાગેલી આગથી બચવા માટે કેટલાક બાળકોએ ટોપ ફ્લોર પરથી કૂદવાનો નિર્ણય લીધો. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે કૂદવાને કારણે 4 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે.

CM વિજય રૂપાણીએ સુરતની દુર્ઘટના પર ટ્વિટ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી છે

શહેરના તક્ષશિલા કૉમ્પલેક્સમાં આગ લાગી છે. જ્યાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયા છે. ફાયર બ્રિગેડની 18 ગાડીઓ ઘટના સ્થળે છે.વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે

સરકારે કરી સહાયની જાહેરાત
સરકારે મૃતકોના પરિવારને ચાર 4 લાખની સહાયની જાહેરાત કરી છે. અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સરથાણામાં આવેલા આ ક્લાસીસમાં આગની ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરીને સૂચના CMએ આપી છે. મુખ્યમંત્રીએ આ આગ લાગવાની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સુચવ્યું છે. મળતા અહેવાલો પ્રમાણે કુલ 40 બાળકો ટ્યુશન સેન્ટરમાં હાજર હતા. ઘટનામાં ફસાયેલા બાળકોને બચાવી હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. હજી સુધી આગના કારણની જાણકારી નથી મળી. 

જીવ બચાવવા લગાવી છલાંગ
ટ્યુશન ક્લાસીસમાં આગ લાગી ત્યારે બાળકો ભણી રહ્યા હતા. આગ લાગતા જ બાળકોએ જીવ બચાવવા માટે ચોથા માળેથી બારીમાંથી છલાંગ લગાવી. જેના કારણે 15નાં મોત થઈ ગયા. આ આંકડો વધવાની શક્યતા છે. આગમાં ફસાયેલા અનેક બાળકોને મૃતદેહ હજુ સુધી કોમ્પલેક્સમાં જ છે.