ધોરણ-10 નું 66.97% પરિણામ જાહેર

સૌથી વધુ પરિણામમાં સુરત,અને સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુરનું

 (દિવ્યક્રાંતિ ન્યુઝ) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે એટલે કે મંગળવારે વહેલી સવારે જાહેર કરી દેવાયું છે.

આજે ધો.10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લોએ મેદાન માર્યું છે. સુરત આ વખતે પ્રથમ ક્રમે આવ્યું છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 79.63 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું છે.

છોટાઉદેપુર જિલ્લાનું 46.38 ટકા પરિણામ આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આ જ જિલ્લાનું તડ કેન્દ્ર છે. જેનું પરિણામ 17.63 ટકા છે. આ વખતે વિદ્યાર્થીઓનું 62.83 ટકા પરિણામ અને વિદ્યાર્થિનીઓનું 72.64 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 100% પરિણામ ધરાવતી 366 શાળા, અને 0% ધરાવતી 63 શાળા છે. ગુજરાતી માધ્યમનું 64.58%, અંગ્રેજી માધ્યમનું 88.11% પરિણામ, 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધોરણ-10ની પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઇ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસ ઝેરોક્ષોની દુકાનો બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી.