મોરબી: ઉમા વિદ્યાસંકુલનો સ્થાપના દિવસ ઉજવાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ), 13 મે 2014 ના રોજ ઉમા ટાઉનશીપ ખાતે બાળક માટે કંઈક કરવું છે, આ પ્રકારના મોટા સ્વપ્ન સાથે ઉમા વિદ્યા સંકુલની સ્થાપના કરવામાં આવી હતી. જોત જોતામાં 5 વર્ષ પૂર્ણ કરી મોરબી 2 વિસ્તારની ખ્યાતનામ સંસ્થા તરીકે પ્રસિદ્ધિ પામી છે. ધોરણ – 10 હોય કે 12. સાયન્સ હોય કે કોમર્સમાં ઉમા વિદ્યા સંકુલનું રિઝલ્ટ અગ્રેસર જ હોય. આ પ્રગતિ પાછળ વિદ્યાના દેવી માઁ સરસ્વતીની અસીમ કૃપા તથા ઉમા વિદ્યા સંકુલના પાયાના પથ્થર સમાન શિક્ષકગણ, ફૂલ જેવા કોમળ વિદ્યાર્થીમિત્રો, વાલીગણ અને તમામ સુવિધા પૂર્ણ કરનાર તમામ ટ્રસ્ટીગણને આજરોજ અભિનંદન સાથે ગર્વની લાગણી અનુભવીએ છીએ, સૌનું કલ્યાણ થાય એવી અભ્યર્થના સાથે  કાંતિલાલ અમૃતિયા, પ્રમોદભાઈ કાવર, વિરેન્દ્રભાઈ પટેલ, વિનુભાઈ ફેફર, સુનિલભાઈ કૈલા, અશ્વિનભાઈ અઘારા, હિતેષભાઈ સોરીયા, ચંદુભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ ભોરણિયા,લલિતભાઈ ફેફર સહિતના ટ્રસ્ટીઓએ સૌને અભિનંદન પાઠવ્યા હતા