જૂનાગઢ: પોલીસની ગુંડાગર્દી : મીડિયાકર્મી પર કર્યો લાઠીચાર્જ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) જૂનાગઢમાં આજે રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીનું સાંજે ૫ કલાકે મતદાન પૂર્ણ થયા બાદ દેવ પક્ષના એક સ્વામી વિવેક સાગર સ્વામી ઉપર એક શખ્સે હુમલો કર્યો હતો. જે ઘટના પોલીસની હાજરીમાં બની હોવાનો સ્વામીએ આક્ષેપ કર્યો હતો. હુમલાખોર શખ્સની પોલીસે અટક કરીને પોલીસવાનમાં લઈ જઈ રહી હતી, ત્યારે અહી હાજર સંદેશ ન્યુઝ  ચેનલના કેમેરામેન વિપુલ બોરીચા આ દ્રશ્યો કેમેરામાં શૂટ કરી રહ્યા હતા. ત્યારે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ મધુભાઈ એ.વાળાએ શુટિંગ કરવાની નાં પાડી કેમેરાને ધક્કો મારી દીધો હતો.

જેથી સંદેશ ન્યુજના રિપોર્ટર રહીમ લાખાણીએ જ્યારે આ બાબતે તેમની સાથે વાત કરવાની કોશિશ કરતા પીઆઈ વાળાએ ઉધ્તાઈભર્યું વર્તન કરીને જવાબો આપ્યા હતા. જેથી રિપોર્ટર રહીમે ફ્રી પીઆઈ પાસે જાણવાની કોશિશ કરી કે તમે કેમ અમારા કેમેરામેનને ધક્કો માર્યો તેમાં ત્યાં હાજર બધા પોલીસકર્મીઓ એકઠા થઈ ગયા હતા. અને આ દ્રશ્યો કેમેરામેન કેદ કરી રહ્યો હતો. ત્યારે પીઆઈ વાળાનો પિત્તો ગયો ને એમણે કેમેરામેન વિપુલના હાથમાં રહેલા મોંઘા કેમેરાને ધક્કો મારી આગળનો ગ્લાસ તોડી નાખ્યો હતો. જેથી ધક્કામુક્કી સર્જાઈ હતી.

જેમાં કેમેરાને પોલીસથી બચાવવા માટે વિપુલે હાથ આડો રાખતા ધક્કો લાગ્યો હતો. જેથી ત્યાં હાજર અન્ય પોલીસ સ્ટાફ્ કોઇપણ જાતના આદેશ વગર મીડિયાકર્મીઓ ઉપર લાઠીચાર્જ શરુ કર્યો હતો. જેમાં એ ડીવીજન પોલીસ મથકના ડી સ્ટાફ્ના અને અન્ય મળીને ત્રણ પોલીસકર્મી બેફમ લાઠીઓ વરસાવી લાખોની કિમતની લાઈવ કીટ અને કેમેરામેન વિપુલ ઉપર વરસી પડી હતી. ત્યારે અહી હાજર પીએસઆઈ ઝાલા પોલીસે ભૂલ કરી હોય તેવું સમજી જતા તુરંત લાઠીઓ વરસાવતા પોલીસકર્મીઓને બહાર કાઢયા હતા. આ ઘટના સમયે એક ડીવાયએસપી પણ હાજર હતા. તેમ છતાં તેમણે આ નિંદનીય ઘટના અટકાવી શક્યા ન હતા.