રાજકોટની સોની બજારમાં મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામોનો ખડકલો

ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા RMC ની નોટિસ બાદ પણ બાંધકામ દૂર કરવાને બદલે વધુ ગેરકાયદે બાંધકામ કરાયું

(હિતેનભાઈ દ્વારા) રાજકોટ શહેરમાં સોની બજાર(જૂની ગધીવાડ) ખાતે મનુભાઇ ભીંડી નામના શખ્શે રેસિડેન્સીઅલ પ્લાન મંજુર કરાવી તેનો રહેણાંકને બદલે ગેરકાયદેસર રીતે વ્યાપારિક ઉપયોગ માટે દુકાનો બનાવી પાર્કિંગ ની જગ્યા પર પણ ગેરકાયદેસર ચણતર કરી નિયમોની ખુલ્લેઆમ ધજ્જિયા ઉડાવતા આસપાસના લોકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પાર્કિંગની જગ્યા પેક કરી તેમાં દુકાનો ખડકી દેવાતા આજુબાજુના લોકોને જોખમરૂપ થાય તેમ પોતાની જગ્યામાં ગેરકાયદેસર ચણતર કરેલ છે. પાર્કિંગની જગ્યા પેક કરી દેવાથી આડોશ પાડોશના લોકોને ટ્રાફિક સમસ્યામાં ભયંકર નડતરરૂપ થાય છે.

આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જાગૃત નાગરિક હિતેનભાઈએ જાહેર હિતની અરજી કરેલ હતી. જેના જવાબી કાર્યવાહીમાં RMC દ્વારા ઉપરોક્ત ગેરકાયદે બાંધકામ કરનાર મનુભાઈને 4 દિવસમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ વર્ષ 2016 માં અપાઈ ગયી હોવા છતાં આજ દિવસ સુધી ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરેલ નથી ઉલ્ટાનું વધુ બાંધકામ કરાય રહ્યું હોવાનું જણાતાં RMC ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ દ્વારા ભ્રસ્ટાચાર થયો હોવાની બદબુ આવી છે. ત્યારે આ પ્રકરણ વધુ જોર પકડતું જાય છે. જો રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામ દૂર નહિ કરાય તો આસપાસના લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.