ભટાસણા એણીયા પરિવારની પ્રથમ મહિલા પોલીસનું બિરુદ મેળવતી હિના પ્રજાપતિ

(વિપુલ એમ. મકવાણા દ્વારા) ભટાસણા ગામના વતની અને હાલ ધાનેરા સ્થાઈ કલાભાઈ પ્રજાપતિની સુપુત્રી હિના પ્રજાપતિએ મહિલા પોલીસ થઇ સમગ્ર પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે.

બેટી વધાવો, બેટી પઢાઓનું સ્વપ્ન સાકાર થતું જણાઇ રહ્યું છે. હિના પ્રજાપતિના પિતાશ્રીએ ખુબ પરિશ્રમ કરી અને પોતાની દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવેલ, આખરે તેઓનો પ્રરિશ્રમ અને મહેનત રંગ લાવી અને તેમની પુત્રી હિના પ્રજાપતિએ પોલીસની પ્રાયક્ષા પાસ કરી અને એક મહિલા પોલીસમાં ભરતી થઇ, ભાટસના એણીયા પરિવારમાં પ્રથમ મહિલા પોલીસનું બિરુદ મેળવી સમગ્ર પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારેલ છે. સમગ્ર પરિવારે હિના પ્રજાપતિ ખુબ આગળ વધે અને ખુબ નામના મેળવે તેવા આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી.………………………. Advertisements ………………………