આવતી કાલે મત”મિસાઈલ” નો ઉપયોગ સક્ષમ સરકાર બનાવી આતંકીઓ પર સર્જીકલ સ્ટ્રાઇક કરવાનો ગોલ્ડન ચાન્સ ચૂકશો નહિ

એ મેરે વતન કે લોગો જરા યાદ કરો કુરબાની, જો શાહિદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા ), દેશ પર જયારે પુલવામાં આતંકી હુમલામાં આપણા 40 થી વધુ જવાનો શાહિદ થઇ ગયા ત્યારે દેશપ્રેમી નાગરિકોનો આક્રોશ અભૂતપૂર્વ હતો. જયારે આપણી સરકાર તેમનો જડબાતોડ જવાબ ત્યારે આપી શકી જયારે આપણે દેશને 2014 માં એક મજબૂત નેતૃત્વ ક્ષમતા ધરાવતી સરકારને આપનો બહુમૂલ્ય વોટ આપ્યો હતો. આવતી કાલે 23-4 ના તમારી પાસે એક દિવસ જ એવી તાકાત હશે જેનાથી તમે દેશનું ભવિષ્ય નક્કી કરી શકશો માટે મતનું “દાન ” કરવાને બદલે બુદ્ધિપૂર્વક મતનો યોગ્ય પાર્ટીને આપી મતનો “ઉપયોગ” કરશો

આપનો માટે એવી સરકારને આપવો જોઈએ જે સરકારમાં દેશ હિતની ભાવના હોય, એવી સરકારને આપવો જોઈએ જે દેશના વિકાસ માટે ઇચ્છાશક્તિ ધરાવતી હોય. એવી સરકારને આપવો જોઈએ જે રાષ્ટ્રની સુરક્ષા માટે સક્ષમ હોય. આપ જો એક દિવસ માટે પણ આળસ કરી જશો તો દેશના દુશ્મનોને પરોક્ષ રીતે ફાયદો થઇ શકે છે. માટે મારી આપ સૌ વાંચક મિત્રોને, યંગસ્ટર્સને અને ખાસ કરીને મહિલાઓને મારી અપીલ છે. આવતી કાલે બધા કામ પેન્ડિંગ રાખી આપનું સૌથી અગત્યનું જો કોઈ કામ હોય તો તે મત”ઉપયોગ” કરવાનું છે. જો તમે “મારા એક મતથી શું ફર્ક પડવાનો છે ” એવી વિચારધારા ધરાવતા હશો તો એ ક્યારેય દેશ હિત માટે નથી.…………………………………………………… Advertisements ……………………………………………