મોરબી: પંચમુખી હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

હનુમાન જયંતિ નિમિતે હનુમાનજી મંદિરે ભાવિકોની ભીડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી, તા. 19, આજે હનુમાન જયંતિ નિમિતે મોરબી શહેરમાં વિવિધ હનુમાનજી મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી હતી.

જયારે હાઉસિંગ બોર્ડ સોસાયટી , સનાળા રોડ પર આવેલ પંચમુખી હનુમાનજી મંદિરનો આજે હનુમાન જયંતીના પાવન દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ પંચમુખી હનુમાનજીના દર્શન કરી મહા પ્રસાદનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.
…………………………………………………… Advertisements ……………………………………………