મોરબી યુનિક સ્કૂલ ખાતે રાષ્ટ્રીય કક્ષાના પ્રિન્સિપાલ સન્માન સમારંભ નું ભવ્ય આયોજન સંપન્ન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) શિક્ષણ જગતમાં જેમની ભૂમિકા ખૂબ મહત્વની છે એવા શાળાના આચાર્યશ્રીઓ નું સન્માન અવંતિકા ડોક્ટર  એપીજે અબ્દુલ કલામ સન્માન 2018 19 ના નેજા હેઠળ પારિતોષક શાલ સર્ટિફિકેટ અને પુસ્તક અર્પણ કરી ડોક્ટર આનંદ અગ્રવાલ અવંતિકા ના ડાયરેક્ટર જેઓ દિલ્હીથી પધારેલા હતા તેમની સંગાથે કિશોરસિંહ ચૌહાણ કે જેઓ ગુજરાતના અવંતિકા સ્ટેટ પ્રેસિડેન્ટ છે જેઓ બેંગ્લોરથી પધારેલા હતા અને આપણા મોરબીના ડોક્ટર અમિત પટેલ કે જેઓ ગુજરાતના સૌરાષ્ટ્ર ખાતેના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ છે એમના સંકલન થી મોરબીની સામા કાંઠા વિસ્તારની યુનિક સ્કૂલ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું,

પ્રસ્તુત તસ્વીરમાં યુનિક સ્કૂલના આચાર્ય શ્રી અમિતભાઇ પટેલ શ્રેષ્ઠ આચાર્યોનું સન્માન કરતા દ્રશ્યમાન થાય છે

આ સન્માન કાર્યક્રમની ની વિશેષતા એ હતી કે તેમાં ફક્ત યોગ્યતા ચકાસીને એમનું ગૌરવ સન્માન કરવામાં આવ્યું હતું જેની અંદર એક પણ પૈસો લીધા વગર કોઈપણ જાતની ફી અથવા વળતરની આશા રાખ્યા વગર એમની કામગીરી ની યોગ્યતા બદલ એમને પ્રોત્સાહન આપવા માટે આવા આચાર્યશ્રીઓ નું શિક્ષા ક્ષેત્રનું જે યોગદાન છે તેને બિરદાવવા માટે અને વધુ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય, વિદ્યાર્થીઓ નું સુંદર ઘડતર થાય એ આશાથી અને એ હેતુથી આ સન્માન કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત સમગ્ર ગુજરાત નહીં પરંતુ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર બંગાળ અને ગુજરાતના અમદાવાદ-વડોદરા વેરાવળ જામનગર રાજકોટ પોરબંદર ટંકારા હળવદ જેવા વિવિધ વિસ્તારના અને સમગ્ર મોરબીના આચાર્યશ્રીઓ મળીને કુલ સો જેટલા આચાર્યશ્રીઓ ના સન્માન કરવામાં આવ્યું.

આ સંપૂર્ણ આયોજન ગુજરાતના અવંતિકાના ડીસ્ટ્રીક પ્રેસિડેન્ટ ડોક્ટર અમિત પટેલ કે જેઓ યુનિક સ્કૂલ ના વર્તમાન આચાર્ય ના પદ ઉપર છે એમની અથાક મહેનત તેમના સ્ટાફ ના સંકલન, મેનેજમેન્ટના શ્રી મહેશભાઈ સાકરીયા અને જયેશભાઈ કાલરીયા ના સહયોગ થી અને અવંતિકાના ડિરેક્ટર શ્રી ડોક્ટર આનંદ અગ્રવાલ ના પ્રોત્સાહન થી ભવ્ય રીતે પરિપૂર્ણ થયો હતો

.વિશિષ્ટ રૂપરેખા અંતર્ગત મોરબી જીલ્લાના વાંકાનેર ના ડોક્ટર બાદી સાહેબ જેઓ gseb ના પુસ્તકો ના લેખક છે અન્ય બીજા સ્વામી વિજયાલક્ષ્મી કે જેઓનુ વિદ્યા ક્ષેત્રે ૪૦ થી પણ વધારે વર્ષનું યોગદાન છે, હાલ ૭૦ વર્ષની ઉંમરે પણ પ્રિન્સિપાલ તરીકેની ભૂમિકા જેવો ભજવે છે, કોઇમ્બતુર, તમિલનાડુ ની અંદર તેઓએ પણ વિશિષ્ટ હાજરી આપી અને સન્માન નું ગૌરવ વધાર્યું હતું આવા અન્ય ૯૮ જેટલા આચાર્યશ્રીઓ નું સન્માન અવંતિકા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સન્માન 2018 19 દ્વારા મોરબી ખાતેની યુનિક સ્કૂલ માં ગોઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર સૌ કોઈનો ડો. અમિત પટેલ સાહેબે સવિનય આભાર માન્યો હતો.


ફેસબુક : https://www.facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/divyakrantinews/

યુ-ટ્યુબ : https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw

……………………………………… AD ……………………………………………………………..