મોરબી: લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું ધામ : માનસ હનુમંત ધામ

મોરબીથી 65 km દૂર દર શનિવારે હજારોની સંખ્યામાં હનુમાનજીના ભક્તજનો ઉમટી પડે છે

(દિવ્યક્રાંતિ ન્યૂઝ) મોરબીથી 65 km દૂર કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ નવા કટારીયા ગામે આવેલ માનસ હનુમંત ધામ કે જ્યાં દર શનિવારે હજારોની સંખ્યામાં ભાવિકજનો હનુમાજીના આશીર્વાદ મેળવવા અચૂક પધારે છે.

આ ધામ પ્રત્યે શ્રદ્ધાળુઓ અખૂટ શ્રદ્ધા ધરાવે છે. દૂર દૂર થી ભાવિકજનો દેશભરમાંથી ઉમટી પડે છે.

આ માનસધમમાં બહરગમથી આવતા શ્રાદ્ધળુઓ માટે પ્રસાદની અને રહેવાની સુંદર વ્યવસ્થા કરેલી છે. માનસધામના સ્વયંસેવી ભાઈઓ દ્વારા સુંદર અને સુચારું વ્યવસ્થા જાળવવામાં પોતાની સેવા આપી રહ્યા છે.

માનસધામના મહંત પૂ. ભાનુપ્રસાદ બાપુના વ્યાસાસને દર શનિવારે કથાનું આયોજન કરાય છે જેનું રસપાન કરવા હાજજરોની સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉમટી પડે છે. કથા પૂર્ણાહુતિ બાદ મહિલાઓ દ્વારા સુંદર રાસનું પણ આયોજન કરાય છે.

આ માનસધામનું વિશેષ કવરેજ કરવા જ્યારે દિવ્યક્રાંતિની ટિમ પહોંચી ત્યારે પણ અનેક શ્રદ્ધાળુઓએ પુત્ર પ્રાપ્તિની પોતે રાખેલી માનતા ફળિભૂત થતાં ખૂબ ખૂશ થઈ પુત્રની સકરતુલા કરી હતી. આ પુત્રને બાપુએ પોતાના હાથે રમાડી શુભાષીસ પાઠવ્યા હતા.

આ માનસધામમા પધારતા અલૌકિક માનસિક શાંતિની અનુભૂતિ થાય છે.

માનસધામમા પૂ. ભાનુપ્રસાદ બાપુની દેખરેખ હેઠળ ગૌશાળા પણ ચાલી રહી છે. જેમાં 150 જેટલી ગાયોની પૂરતી કાળજી લેવામાં આવે છે. તો સાથે સુંદર બગીચા સાથે બાળકોને રમવા માટેની સુંદર વ્યવસ્થા પણ છે.

દારોજ સાંજે પૂ. બાપુના હસ્તે મહા આરતી થાય છે. જેમાં હજ્જારોની સાંખ્યમાં શ્રદ્ધાળુઓ આ મહા આરતીનો લાભ મેળવે છે. ત્યારબાદ મહા પ્રસાદનો લાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે.

આ માનસધામનું વિશેષ કવરેજ માટે the press of india ન્યૂઝ ચેનલના ઓનર રાધેશભાઈ બુધભટ્ટી, દિવ્યક્રાંતિ અખબારના માલિક અને તંત્રી : જયદેવભાઈ બુધભટ્ટી, જયશ્રીબેન બુદ્ધભટ્ટી, લોક જ્વાલાના માલિક અને તંત્રી : મયુરભાઈ બુધભટ્ટી સાથે રાજકોટથી દિવ્યદ્રષ્ટિના બ્યુરો ચીફ નિલેષભાઈ સોલંકી, રંજનબેન સોલંકી, હેલી સોલંકી તથા ક્રિષ્ના બુદ્ધભટ્ટી ઉપસ્થિત રહી કાર્યક્રમનુ સુંદર કવરેજ કરેલ હતું.

ફેસબુક : https://www.facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/divyakrantinews/

યુ-ટ્યુબ : https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw