મોરબી: 9 મીએ રઘુંવશી સમાજના શ્રેષ્ઠિઓનો સન્માન સમારોહ યોજાશે

જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજાશે કાર્યક્રમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી: લોહાણા મહાજન-મોરબી દ્વારા આગામી તા.૯ને શનિવારે શહેરના જલારામ પ્રાર્થના મંદીર ખાતે બપોરે ૧૨ કલાકે લોહાણા સમાજ ના સેવાભાવી શ્રેષ્ઠીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના સેવાભાવી જ્ઞાતિ રત્નોને સન્માન કરીને તેમની સેવભાવના બિરદાવવામાં આવશે

આ કાર્યક્રમ અંતર્ગત નિર્મળા બેન કોટક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી લોહાણા મહાજન ને અવિરત મળેલ સહયોગ બદલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનુ સન્માન તે ઉપરાંત તાજેતરમા નોટરી તરીકે નિમણુંક પામનાર કુ. કાજલબેન ચંડીભમ્મર તથા ખુશ્બુ બેન બુધ્ધદેવ નુ સન્માન, મોરબી લોહાણા સમાજના જ્ઞાતીરત્ન એવા જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર જય જીતેન્દ્ર ભાઈ રાચ્છનુ સન્માન તેમજ શ્રી રઘુવીર પ્રાર્થના હોલ, જલીયાણેશ્વર મહાદેવ, સાંઈ બાબા મંદીરનુ નિર્માણ કરનાર જલારામ પ્રાર્થના મંદીર- રઘુવીર સેનાના કાર્યકરોનુ સન્માન તે ઉપરાંત મોરબી નગરપાલીકાના ભુગર્ભ વિભાગ ના ચેરમેન ભાવીન ભાઈ ઘેલાણી તથા મોરબી નગર પાલીકાના કાઉન્સીલર્સ સુરભીબેન મનિષ ભાઈ ભોજાણી તથા દીપક ભાઈ પોપટ સહીતના મહાનુભવોનુ સન્માન કરવામા આવશે. તેમ લોહાણા મહાજન- મોરબીના પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, ખજાનચી હરીશભાઈ રાજા,ઓડીટર ચંદ્રવદનભાઈ પુજારા, કન્વીનર નિર્મિત કક્કડ જે.આઈ. પુજારા, અશોકભાઈ પાવાગઢી, જીતુભાઈ પુજારાએ સંયુક્ત યાદીમા જણાવ્યુ છે.