ગીધડાંઓની ફૌજમાં ખલબલી મચાવી પાછો આવ્યો ભારતીય શેર
(જયદેવ બુદ્ધભટ્ટી દ્વ્રારા) પાકિસ્તાનના કબ્જામાં પહોંચેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને આજે ભારત પાછા લાવવામાં સફળતા મળી છે. તેમના ભવ્ય સ્વાગત માટે સવારથી જ અટારી બોર્ડર પર લોકો હાજર હતા. . આ દરમ્યાન હાથમાં ત્રિરંગા લઇ લોકો અભિનંદનના સ્વાગતમાં લાગી ગયા હતા. જો કે પાકિસ્તાન પેંતરા રચવામાંથી બાજ આવ્યું નોતું. બીએસએફના હવાલે મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાન અટારી બોર્ડર પર અભિનંદનને સોંપવા માંગતુ હતું. પરંતુ ભારતે તેની સ્પષ્ટ ના પાડી દીધી હતી. . આ બધાની વચ્ચે અટારી બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમની સમારંભ આજે સુરક્ષા કારણોસર રદ્દ કરાઇ હતી. પાકિસ્તાન પોતાને શાંતિનું દુત બતાવવા અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમનીમાં સોંપવા માંગતુ હતું. પરંતું. ભારતે આ સેરેમની રદ્દ કરી પાકની ચાલ પર પાણી ફેરવી દીધું હતું. આ તકે મીડિયાને પણ દૂર રાખી પાકિસ્તાનનો પેંતરો નાકામ કરી દેવાયો હતો. પાકિસ્તાન જાણતું હતું ભારતની લાલ આંખ સામે તે લાંબા સમય સુધી વિંગ કમાન્ડરને પોતાની પાસે રાખી શકે તેમ નથી એટલે તેમણે જખ મારીને પોતાને ડાહ્યું ડમરુ દેખાડવા પીસ ઓફ જેસ્ચર ગણાવી જખ મારીને ભારતને સોપવા મજબૂર બન્યું હતું. આમ ગીધડાઓની ફૌજમાંથી સહી સલામત આપડો શેર વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા છે.