પાકિસ્તાની વિમાનો કાશ્મીરમાં ઘુસ્યા : ભારતે ઉભી પુછડીએ ભગાડ્યા : એક પાક વિમાન તોડી પડાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ,) પુલવામા હુમલા પર ભારતની જવાબી એર સ્ટ્રાઇક કાર્યવાહી બાદથી પાકિસ્તાન બરાબરનું ગિન્નાયું છે. પાકિસ્તાન અને ભારતની સરહદે હાલ તણાવભરી સ્થિતિ છે. આજે સવારે પાકિસ્તાનના બે લડાકુ વિમાન નૌશેરા સેકટરમાં ઘૂસી ગયા હતા. પાકિસ્તાનના જેટે ભારતીય વાયુ સીમાનું ઉલ્લંઘન કર્યું અને જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેકટરમાં દાખલ થઇ ગયા. જતા-જતા આ વિમાનો એ બોમ્બ પણ ફેંકયા. જો કે ભારતીય વાયુસેના એ તેમને ઊંધી પૂછડીએ ભગાડ્યા. પ્રત્યક્ષદર્શીઓએ પણ પાકિસ્તાનનું જેટ વિમાન હોવાની વાત કહી. ત્યારે સુરક્ષાને જોતા લેહ, જમ્મુ, શ્રીનગર, અને પઠાનકોટ એરપોર્ટ પર હાઇ એલર્ટ કરી દેવાયું છે. શ્રીનગર એરપોર્ટ પરથી તમામ ઉડાનો રદ્દ કરી દેવાઇ છે. કહેવાય છે કે પાકિસ્તાને પૂંછ અને રાજૌરીના વિમાનમાં બોમ્બ પણ ફેંકયા છે.

વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યું કે આજે સવારે પાકિસ્તાનના લડાકુ વિમાનોએ ભારતીય વાયુ સીમા ક્ષેત્રમાં ઘૂસવાની ઘટના બની. તેમણે તત્કાલ ભારતીય વાયુસેના એ એર પેટ્રોલિંગ દરમ્યાન ભગાડી દીધા. આ ઘટનામાં હજુ કોઇને નુકસાન પહોંચ્યાની વાત સામે આવી નથી.

પાકિસ્તાનની તરફથી એર સ્ટ્રાઇક બાદથી જવાબી કાર્યવાહીની ધમકી આપી રહ્યું છે. જો કે ભારતીય સેના પણ સંપૂર્ણપણે મુસ્તૈદ છે અને હઇ એલર્ટ પર છે. દિલ્હી મુંબઇ સહિત કેટલાંય શહેરોને હાઇ એલર્ટ પર રખાયા છે. એર સ્ટ્રાઇક બાદથી પાકિસ્તાની મીડિયા અને સંસદમાં જોરગાર હોબાળો ચાલી રહ્યો છે. પાકિસ્તાની સાંસદોએ મંગળવારના રોજ જવાબી હુમલાની માંગણી પણ કરી હતી.

જો કે પાકના લડાકુ વિમાનોએ તાત્કાલિક જ ભારતીય વાયુસેનાએ ક્ષેત્રમાંથી ભગાડી દીધા. સરહદી વિસ્તાર લેહ, જમ્મુ, શ્રીનગર, અને પઠાનકોટ એરપોર્ટને હાઇએલર્ટ પર રાખી દીધા છે. એરસ્પેસ પર હાઇ એલર્ટ અને સુરક્ષાના લીધે કેટલીય કોમર્શિયલ ફ્લાઇટસ હોલ્ડ પર મૂકી દીધી છે. તમામ સરહદી વિસ્તારોની સાથે મહત્વપૂર્ણ સૈન્ય બેઝ પર ખાસી સુરક્ષા વધારી દીધી છે.