જોડિયા: 108ના કર્મચારીઓની પ્રમાણિકતા

1,25,000 નો માલ સંબંધીઓને સુપરત કર્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ), જામનગર જિલ્લાના જોડિયા ગામે ગત તા. 26-2 ના બપોરે બદનપર પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઈજાઓ પામનાર વ્યક્તિ નાયબ મામલતદાર અને તેમના ધર્મ પત્ની ઉર્મિલાબેન જે જોડિયા 108 ને બેભાન હાલતમાં મળેલ હતા.

તેમની પાસેથી ઘટનાસ્થળ પરથી તેમનો કિમતીં સામાન જોડિયા 108 ના ફરજ પરના કર્મચારી મહેશ વાલિયા તથા પાયલોટ રાજદીપસિંહ જાડેજાને રોકડ રકમ ભરેલું પાકીટ, સોનાનો ચેન, કાંદા ઘડિયાર, 2 મોબાઈલ ફોન, 2 થેલા સહીત સાવ લાખ જેટલી અનદાજીત કિંમતી સમાન મળી આવ્યો હતો. જે કિંમતી સામાન તેમના સાગા તથા સહ કર્મચારી મહેતા નીરજભાઈ વિજયભાઈને સુપરત કરી 108 ના ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું