ભારતીય હવાઈ હુમલા બાદ પાકિસ્તાનમાં હળકંપ : પાક સાંસદમાં ઇમરાનખાન મુર્દાબાદના નારા લાગ્યા

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) તા. 26, આખરે ભારતે પુલવામાં હુમલાનો જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકી કેમ્પો પાર હવાઈ હુમલો કરતા 200 થી 300 જેટલા આતંકીઓના ચીથડાં ઉડાવી દેવાયા હતા.

વાયુસેનાના 12 મિરાજ ફાઈટર વિમાનો દ્વારા આ સર્જિકલ સ્ટ્રાઇક 2.0 ને અંજામ આપવામાં આવી હતી.

ત્યારબાદ આજે પાકિસ્તાન સંસદમાં ઇમરાનખાન મુર્દાબાદ ના નારા લાગ્યા હતા. ભારતના જબરદસ્ત પ્રહાર બાદ પાકિસ્તાનમાં હળકંપ મચી ગયો છે.