પુલવામાં પાપનો ભારતનો વળતો પ્રહાર : ઘરમાં ઘૂસીને કર્યો હુમલો

વાયુસેનાએ પાકિસ્તાન માં ઘૂસીને કરી બૉમ્બ વર્ષા

1000 કિલો બૉમ્બ વર્ષ કરીને 200 થી 300 આતંકીઓના ચિંથડા ઉડાવી દીધા

પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ POKમાં આતંકી કેમ્પો પર મોટી કાર્યવાહી કરી છે. આજે અડધી રાત્રે વાયુસેના એ મિરાજ વિમાનોએ PoKના બાલાકોટ અને ચાકોટી, અને મુઝફ્ફરાબાદમાં જબરજસ્ત બોમ્બવરસાવી આતંકીઓના કેમ્પને બર્બાદ કરી દીધા છે. આ હુમલામાં કેટલાં આતંકી ઠાર કરાયા છે.

આપને જણાવી દઇએ કે આ પહેલી વખત છે જ્યારે શાંતિકાળમાં ભારતીય વાયુસેના એ સરહદ ક્રોસ કરી છે. બીજીબાજુ પાકિસ્તાની સેના ભારતીય વિમાનો PoKમાં ઘૂસ્યાના વાત તો માની રહી છે, પરંતુ કોઇ મોટા સમાચારને નકારી રહી છે.
સૂત્રોનું માનીએ તો વાયુસેના એ 21 મિનિટ સુધી આ ઓપરેશનને ચલાવ્યું. આ દરમ્યાન 12 મિરાજ વિમાનોએ 1000 કિલો બોમ્બ PoKમાં કેટલાંય આતંકી ઠેકાણાઓને તબાહ કરી દીધા. સૂત્રોનું માનીએ તો આ ઓપરેશનમાં 300 આતંકી ઠાર કરી દીધા છે.