મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન 351000 નો ફાળો શહીદોના પરિવારને આપશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21, મોરબી, નવયુગ જ્યુકેશન ગ્રુપ દ્વારા 351000 ( ત્રણ લાખ એકાવન હાજર) નું અનુદાન જાહેર કરેલ છે.

આ ફાળો સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓએ પોતાના ખિસ્સામાંથી આપેલ છે. ટ્રસ્ટના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું કે શહીદો પોતાના પ્રાણની પરવા કાર્ય વિના શરહદ પર તૈનાત હોય છે. તેમને બીજી રીતે તો મદદરૂપ ના થઈ શકીએ પણ તેમના પરિવારને મદદરૂપ થવાની આપણી જવાબદારી છે તેમ વિચારી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશને ફાળો આપ્યો છે.