અરવલ્લી: વાંકાનેરના ગ્રામજનોએ કેન્ડલ માર્ચ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપી

પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લાગ્યા

(કવલ પંચાલ દ્વારા) સમગ્ર દેશમાં જયારે પુલવામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરોધ રોષનો માહોલ છે ત્યારે અરવલ્લી જિલ્લાનું વાંકાનેર ગામ પણ બાકાત નથી.

અહીંના ગ્રામજનોએ કેન્ડલ માર્ચ કાઢી પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે પાકિસ્તાન પ્રત્યે રોષ દર્શાવતા પાકિસ્તાન મુર્દાબાદ ના નારા પણ લગાવ્યા પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવા માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના લોકો આરપારની લડાઈ ના મૂડમાં જોવા મળે છે. દેશના દરેક ખૂણેથી પાકિસ્તાન વિરોધ આક્રોશનો માહોલ જોતા પાકિસ્તાન ઘબરાઈ ગયું છે.