મોરબી: સુપર ટોકીઝ પાસે ભંગાર ના ડેલામાં ભીષણ આગ

ફાયર બ્રિગેડ ઘટના સ્થળે : લાખોનો મુદ્દામલ ખાખ

(દિવ્યક્રાંતિ ન્યૂઝ) તા. 20-2-, મોરબી શહેરમાં આજે  સ્ટેશન રોડ પર આવેલી સુપર ટોકીઝની બાજુમાં આવેલા ભંગારના ડેલામાં  અચાનક ભીષણ  આગ લાગી હતી. આગે જોત જોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જયારે બનાવ ની જાણ થતા મોરબી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગ પાર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધાર્યાં હતા. મળતી માહિતી  મુજબ ભંગારના ડેલામાં આગની ઝપટમાં લાખોનો મુદ્દામાલ ખાખ થઇ જવાની શક્યતા સેવાઈ રહી છે.

……..…ADVERTISEMENT ………………