મોરબી : પુલવામાં સેક્ટરમાં થયેલા આતંકી હુમલાનો તુરંત પ્રત્યાઘાત આપવા આવેદન અપાયું

મોરબી : રીટેલ ઓપ્ટિકલ એસોસીએસન દ્વારા બાઇક રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપી આક્રોશ વ્યક્ત કરાયો

(જયદેવ બુધભટ્ટી દ્વારા) તા. 16-2, સમગ્ર દેશભરમાં પુલવામાં માં થયેલા આતંકી હુંમલા બાદ ભારે આક્રોશનો માહોલ છે. દુશ્મન દેશ પાકિસ્તાનને તેમની ભાષામાં જવાબ આપવા માટે સરકાર તુરંત એક્શનમાં આવે તેવી માંગ સાથે મોરબી શહેરના રીટેલ ઓપ્ટિકલ એસોસીએસન દ્વારા આજે કલેક્ટર આર.જે. માકડિયાને આવેદન પત્ર આપી રોષ વ્યકત કરાયો હતો. રીટેલ ઓપ્ટિકલ એસો. દ્વારા બપોરના 2 થી 5 દુકાન બંધ રાખી બાઇક રેલી કાઢી વિરોધ નોંધાવ્યા બાદ આવેદન પત્ર આપી કલેક્ટર મારફતે સરકારને આતંકીઓ વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરી શાહિદ જવાનોનો બદલો લેવા આવેદન પાઠવાયું હતું. (દિવ્યક્રાંતિ ન્યૂઝ-મોરબી)