મોરબી: સિરામીક એસો. દ્વારા 3 કલાકમાં 75 લાખનો ફાળો શહિદ જવાનોના પરિવારો માટે એકત્ર કરાયો

મોરબી : પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪0 થી વધુ જવાનોના પરિવાર માટે મોરબી સીરામીક એસોસિએશને ફાળો એકત્ર કરવાની જાહેરાત કરીને ઉદ્યોગપતિઓને નમ્ર અપીલ કરી હતી. ત્યારે આ જાહેરાતને માત્ર એક કલાક જેટલા સમયમાં જ ઉદ્યોગપતિઓએ દાનની સરવાણી વહાવતા રૂ. ૩૦ લાખ જેટલો માતબર ફાળો એકત્ર થઈ ગયો હતો અને 3 કલાકમાં આ ફાળાની રકમ 75 લાખને પાર કરી ગઈ હતી.

કાશ્મીરના પુલવામા ગઈકાલે સીઆરપીએફના જવાનો પર આતંકીએ આત્મઘાતી હુમલો કરતા ૪0 થી વધુ જવાનો શહીદ થયા હતા. ત્યારે આ શહીદોના પરિવારનો આધાર છીનવાઈ ગયા બાદ તેઓને વધુ મુશ્કેલી ન વેઠવી પડે તેવા આશયથી મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશ નરશીભાઈ ઉધરેજા, નિલેશ મહાદેવભાઈ જેતપરીયા, કિશોર અમરશીભાઇ ભાલોડીયા અને કિરીટ ડાયાભાઇ પટેલે શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવાની જાહેરાત કરીને મોરબીના ઉદ્યોગપતિઓને નમ્ર અપીલ કરી હતી.

સીરામીક એસોસિએશન દ્વારા કરવામાં આવેલી આ અપીલને ઉદ્યોગપતિઓએ વધાવીને દાનની સરવાણી વહાવતા માત્ર 3 કલાક જેટલા સમયમાં રૂ. 75 લાખ જેટલો માતબર રકમનો ફાળો એકત્ર થઈ ગયો છે. હજુ પણ દાનની સરવાણી ચાલુ જ છે. આ ફાળો રૂ. એક કરોડને પાર જાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે