ભુજ: શ્રી મારૂ કંસારા સોની સત્સંગ મંડળની બહેનોએ વિશ્વ વિક્રમ સ્થાપ્યો

336 મહિલાઓએ સતત 36 મિનિટ સુધી રાસ રમી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) તા. 15, ભુજ શહેરની શ્રી મારુ કંસારા સોની સત્સંગ મંડળ દ્વારા તા. 14 ફેબ્રુઆરીના રોજ આયોજિત રાસ ગરબામાં 336 જેટલી મહાલીઓએ સતત 36 મિનિટ સુધી રાસ રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી સમગ્ર મારુ કંસારા સોની જ્ઞાતિ તથા ગુજરાતનું ગૌરવ વધારેલ છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ભારતના કન્વીનર મિલાન સોનીએ નિર્ણાયક ની ભૂમિકા ભજવી હતી. તેઓ દ્વારા તમામ મહિલાઓને સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરાયા હતા. સમગ્ર દેશભરમાંથી આ મહિલાઓને શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. દિવ્યક્રાંતિ મીડિયા ગ્રુપ આ તમામ મહિલાઓને વિશ્વ કીર્તિમાન સ્થાપવા બાદલ ખુબ ખુબ શુભકામના પાઠવે છે.

https://www.facebook.com/groups/176941359075200/permalink/1590260517743270/