મોરબી : પુલવામાં હુમલામાં શહિદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ નીકળી

બે હાજર થી વધુ લોકો સ્વયંભૂ આ કેન્ડલ માર્ચમાં જોડાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ,) તા. 15-2, ગઈ કાલે પુલવામાં સેક્ટર માં થયેલા આતંકી હુમલામાં દેશના 40 થી વધુ જવાનો શહિદ થયલે હતા. આ હુમલા બાદ સમગ્ર દેશમાં શોક અને આક્રોશનો માહોલ છે. ત્યારે મોરબીમાં આજે સાંજે 7 વાગ્યે મોરબી શહેરમાં 2 હજરથી વધુ લોકો સ્વયંભૂ જોડાઈને વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વીર જવાન અમર રહે ના નારા લગાવ્યા હતા.

સાથે આક્રોશ સાથે પાકિસ્તાન મુર્દાબાદ ના પણ નારા લગાવી દુશ્મન દેશ વિરોધ આક્રોશ ઠાલવ્યા હતો.

દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર શહિદ થયેલા વીર જવાનોના પરિવાર પર આવેલી દુઃખ ની ઘડીમા તેઓની સાથે છે. સાથે વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવે છે.

સમગ્ર દેશને સરકાર પર અને સેના પર ભરોસો છે. તેવોની સાથે છે. પાકિસ્તાન પ્રેરિત આતંકીઓને મુંહતોડ જવાબ જરૂર અપાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરે છે.