શ્રી વાંકાનેર ગૌપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં 66 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે
(જયદેવ બુધભટ્ટી દ્વારા) વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર ગૌપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા શ્રી મચ્છુ માતાજીના આંગણે મહાસુદ ૧૦ને શુક્રવારના રોજ નવમાં સમૂહ લગ્ન યોજાશે જેમાં ભરવાડ સમાજની ૬૬ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે.
આ સમૂહ લગ્નમાં પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ ગુરુ શિવપુરી બાપુ (થરા)ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વચન પાઠવવામાં આવશે આ શુભ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરુની સાથે-સાથે સાધુ સંતો તેમજ સમાજના અગ્રણીઓ આગેવાનો તેમજ જિલ્લાના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહેશે
વાંકાનેર તાલુકા ગૌપાલક સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત નવમા સમૂહ લગ્ન તા.૧૫/૨/૨૦૧૯ રોજ મચ્છો માતાજીના પટાંગણમાં યોજાનાર છે. ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં સમસ્ત સૌરાષ્ટ્રભરમાંથી સમાજના સંતો – મહંતો અગ્રણીઓ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો આ સમૂહ લગ્નમાં ઉમટી પડશે ગોપાલક સમાજના નવમા સમૂહ લગ્નમાં કન્યાઓને કરિયાવરમાં ચાંદીના દાગીનાની સાથે-સાથે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ભેટ આપવામાં આવશે
તા.૧૫ ના યોજના સમૂહ લગ્નમાં સવારના ૬-કલાકે જાનનું આગમન થશે ,૮-૧૫ કલાકે છાબનીવીધી ,૯-૧૫ કલાકે હસ્ત મેળાપ ,૧૧-૧૫ કલાકે સત્કાર સમારંભ, ૧૨-૧૫ કલાકે ભોજન સમારંભ અને ૩-૧૫ કલાકે રૂડા માંડવેથી જાનને વિદાય અપાશે.
તેમજ મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડિયા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ ખટાણા, નિવૃત પોલીસ અધિક્ષક વી.આર ટોળીયા, વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, ઘેંટા વિકાસ ઉન નિગમના ચેરમેન ભવાનભાઈ ભરવાડ, નાગલધામ ગ્રુપ ના પ્રમુખ નવઘણભાઈ મુંધવા, વાંકાનેર સીટી પી.આઈ. એમ.વી. ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વચન આપશે
આ સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા શ્રી વાંકાનેર તાલુકા ગૌપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા હાલ તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે ભરવાડ સમાજના પ્રમુખ હીરાભાઈ બાંભવાએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ પ્રયાગરાજ ખાતે ગુજરાતના એટમાત્ર ભરવાડ સમાજના ધર્મ ગુરુ શ્રીને ૧૦૦૮ મહામંડલેશ્વર બનાવતાં ગૌપાલક સમૂહ લગ્ન સમિતિ તેમજ વાંકાનેર ભરવાડ સમાજ દ્વારા પૂજ્ય ઘનશ્યામગીરીબાપુનો સન્માન કાર્યક્રમ પણ સાથે જ યોજવામાં આવ્યો છે.
………………. ADVERTISEMENT ……………………..