મોરબી: બાળકોને લક્ઝુરિયસ કારમાં સફર કરાવી ઉજવાયો વેલેન્ટાઇન ડે

મોરબી: યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અનોખી રીતે ઉજવાયો વેલેન્ટાઇન ડે

(દિવ્યક્રાંતિ ન્યૂઝ) તા. 14, આજે વેલેન્ટાઇન ડેની ભારત દેશમાં પાશ્ચાત્ય તહેવારોની માફક ઉજવણી કરવાનું ઘેલું લાગ્યું છે. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તહેવારોની ઉજવણી કરીને જરૂરિયાત મંદોના ચહેરા પર મુસ્કાન લાવનાર યંગ ઇન્ડિયા ગ્રૂપે વેલેન્ટાઇન ડેના દિવસે નવતર કાર્યક્રમનું આયોજન કરીને પ્રાથમિક સ્કૂલના બાળકોના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો હતો. અને પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને લક્ઝુરિયસ કારમાં બેસાડીને શહેરભરની સફર કરાવવામાં આવી હતી.જેમાં ઘણા બાળકો પ્રથમ વખત જ લક્ઝુરિયસ કારમાં બેઠા હોવાથી આ બાળકોનો હૈયા પુલકિત થઈ ગયા હતા અને કારમાં બેસીને આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. બાદમાં આ બાળકોને મનભાવતું ભોજન પણ કરવાયું હતું. આમ વિદેશી તહેવારને આપણી સંસ્કૃતિ મુજબ ઉજવવા યંગ ઈન્ડિયા ગ્રુપના પ્રમુખ દેવેનભાઈ રબારી અને સમગ્ર ગ્રુપે અનોખુ ઉદાહરણ આપ્યું છે.……..…ADVERTISEMENT ………………