મોરબી: નેશનલ ICA ટુર્નામેન્ટમાં એલિટ સ્કૂલ સંચાલિત કેપ એકેડમીએ બાજી મારી

મોરબીના 4 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેંટમાં ભાગ લેશે

(દિવ્યક્રાંતિ ન્યૂઝ) તા.13-2, એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જૂન ૨૦૧૮થી કેપ એકેડમી નામની ક્રિકેટ કોચિંગ માટેની સંસ્થા શરૂ કરવામાં આવી હતી. ખૂબ જ ટૂંકા ગાળામાં ક્રિકેટનું પ્રશિક્ષણ મેળવીને કેપની ટીમે નેશનલ લેવલની આઇસીએ ટી ૨૦ ક્રિકેટ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં મોરબીની ટીમને ફાળે કુલ ચાર લીગ મેચ રમવા આવ્યા હતા. ચાર મેચમાંથી ૨ મેચમાં જીત તથા એક મેચ ટાઇ થતા મોરબીની કેપ ટિમ ફાઇનલમાં પહોંચી હતી. જ્યાં વિરુદ્ધ ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૨૧ રન બનાવીને કેપની ટીમને ૧૨૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ટાર્ગેટ ૧૭ ઓવરમાં માત્ર ૨ વિકેટ ગુમાવીને મોરબી કેપની ટીમે પૂરો કરતા તેનો ભવ્ય વિજય થયો હતો.

શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મોરબી કેપ ટીમના ૪ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે પસંદગી પામ્યા છે. જેમાં ટીમના કેપ્ટન યશ દેસાઈ, અંકિત મારવાણિયા, ઉત્તમ કાગથરા અને દર્શન જીવાણીનો સમાવેશ થાય છે. તેઓ હવે પછી રમાનારી આઈ સી એ ઇન્ટરનેશનલ ટી ૨૦માં ભારતની ટીમનો હિસ્સો બનશે. આ ટુર્નામેન્ટમાં દુબઇ, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોની ટિમો ભાગ લઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય ટીમમાં મોરબી કેપ એકેડમીની ટીમના ચાર યુવા ખેલાડીઓની પસંદગી થતા ઠેર ઠેરથી તેમના ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. સંસ્થાના પ્રમુખ કલોલા સાહેબે તેમજ પ્રિન્સિપાલ ભાવેશભાઈ ચાડમિયાએ ખેલાડીઓ તેમજ કોચને અભિનંદન પાઠવીને ભવિષ્યમાં પણ આવી જ રીતે સફળતાનાં શિખર સર કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી છે.

……..…ADVERTISEMENT ………………