જામનગર: પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ હાપા-લાલવાડી ખાતે ફાળવેલ મકાનની રકમ તા. 15-2-19 પહેલા ભરી લેવા નોટિસ

બાકી રકમ સમય પહેલા ના ભરનારની ફાળવણી રદ્દ કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા, જામનગર, તા. 11-2, જામનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફેલાવવામાં આવેલ મકાનની રકમ તા. 15-9-2019 પહેલા ભરી લેવા નોટીસ જારી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત સરકાર દ્વારા 2,67,000 ની સબસીડી આપવામાં આવે છે. આ સબસિડીનો લાભ લેવા જે લોકોએ હાપા – લાલવાડી વિસ્તારમાં મકાન નોંધાવેલ હોય તે તમામ લોકોએ તા. 15-2-19 પહેલા રકમ ભરી લેવા નોટિસ જારી કરાઈ છે. જેમાં જણાવાયું છે કે જે કોઈ લાભાર્થી આ રકમ ભરવામાં નિષ્ફળ જશે તેઓની મકાનની ફાળવણી રદ્દ થઇ શકે છે.