મોરબી: પડતર પ્રશ્નોને લઈને આવતી કાલે આવેદન પત્ર આપી સરકારી શાળાના શિક્ષકો ધરણા પર ઉતરશે

આવેદનપત્ર પાઠવી સરકાર પાસે કરાશે પ્રશ્નોનાં નિકાલની માંગ

(દિવ્યક્રાંતિ ન્યૂઝ) તા. 10-2, મોરબી જિલ્લાના પ્રથમીક શિક્ષકો ઘણા સમયથી તેમના પડતર પ્રશ્ને આંદોલન ચલાવી રહ્યા છે.તેમ છતાં સરકારે તેમના પડતર પ્રશ્ને કોઈ નિરાકરણ નહીં લાવતા પ્રાથમિક શિક્ષકોએ ફરી સરકાર સામે મોરચો માંડ્યો છે. આ અંગે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ સરડવા અને મહામંત્રી વિરામભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્ને અનેક રજૂઆતો સરકારને કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગરના આદેશ મુજબ મોરબી જિલ્લાના આશરે 300 જેટલા પ્રાથમિક શિક્ષકો મોરબી જિલ્લા પ્રથીમક શિક્ષક સંઘના નેતૃત્વ હેઠળ આવતી કાલે 11 ફ્રેબ્રુઆરીએ મામલતદાર કચેરી-મોરબીની બહાર તાલુકા સેવા સદન લાલબાગ પાસે સવારના 11 વાગ્યે આવેદન પત્ર આપી પ્રતીક ધરણા કરશે તેમ યાદીમાં જણાવાયું છે.



…………………………… ADVERTISEMENT …………………………