લો કરો વાત!! બનાસકાંઠાના છાપીમાંથી 108 એમ્બ્યુલન્સની ચોરી

(દિવ્યક્રાંતિ ન્યૂઝ) બનાસકાંઠા, તા.10-2, સામાન્ય રીતે આપણે રોડ કે પાર્ક કરેલા વાહનોની ચોરી થયાની ઘટનાઓ અંગે સાંભળ્યું હશે. પરંતુ લોકોને જીવનદાન આપતી ગુજરાત સરકારની મફત સેવા એવી 108 એમ્બ્યુલન્સની ચોરી થઇ હોવાની ઘટના આપણે નહીં સાંભળી હોય. જોકે, બનાસકાંઠામાં છાપીમાંથી 108 એમ્બ્યુલન્સની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે.

સરકારી વાહનની ચોરી થતાં જ અધિકારીઓ દોડતા થઇ ગયા છે. 108 એમ્બ્યુલન્સમાં લગાવાયેલાના GPSનું લોકેશન પણ ટ્રેસ કરવામાં આવ્યું છે. 108 એમ્બ્યુલન્સના લોકેશનના આધારે અધિકારીઓ સ્થળ ઉપર તપાસ માટે રવાના થયા છે.

મળતી માહિતી પ્રમાણે મહેસાણા પાલનપુર નેશનલ હાઇવે ઉપર આવેલા બનાસકાંઠા જિલ્લાના છાપીમાંથી શનિવારે રાત્રીના સમયે 108 એમ્બ્યુલન્સને કોઇ અજાણ્યો વ્યક્તિ ચોરી ગયો હતો. આ અંગે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઇ તી. સાથે સાથે 108ના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.……………………………………………. ADVERTISEMENT …………………………………………………