30 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ ઘાયલ પેલીકન પક્ષીને બચાવાયું

મોરબી વન વિભાગ, યૂનાઈટેડ યૂથ જીવદયા ગ્રુપ અને રાજકોટની વાઇલ્ડ લાઇફ AND નેચરલ વેલ્ફેર ટ્રસ્ટના સહયોગથી સફળ ઓપરેશન

(દિવ્યક્રાંતિ ન્યૂઝ) તા. 4-1, મોરબી નજીક રાજપર ગામના તળાવમાં પતંગની દોરીથી ઘવાયેલા પેલીકન પક્ષીને દોઢ દિવસ સુધી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી વન વિભાગ, યૂનાઈટેડ યૂથ જીવદયા ગ્રૂપ અને રાજકોટની વાઇલ્ડ લાઇફ & નેચર વેલફેર ટ્રસ્ટના સહયોગથી સફળતાપૂર્વક બચાવ કરી તત્કાલિક જામનગર અતિ આધુનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચાડયું હતું. ત્યારબાદ 30 કલાકના ઓપરેશન બાદ આ પક્ષીને બચાવી લેવાયું હતું. દિવ્યક્રાંતિ મીડિયા આ સફળ ઓપરેશન બદલ અભિનંદન પાઠવે છે.


……………………………………………. ADVERTISEMENT …………………………………………………