ટંકારાની લાઈફ લિંક્સ વિદ્યાલયના શિક્ષકો – સંચલકો વિરુદ્ધ એસ્ટ્રોસિટીની ખોટી ફરિયાદ દાખલ કરતા ખાનગી શાળાના સંચાલકોએ કલેક્ટરને આવેદન આપી પ્રચંડ વિરોધ કર્યો
મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકાની લાઈફ લિંક સ્કુલના ૪ શિક્ષકો અને સંચાલક ઉપર તપાસ કર્યા વગર ઍટ્રોસિટીનાં કાયદાનો ગેર ઉપયોગ કરી ખોટી ફરીયાદ દાખલ કરવામાં આવતા મોરબી જિલ્લાની તમામ ખાનગી શાળાઓ આજ તા.2-2-2019 થી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો મોરબી જીલ્લા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળે નિર્ણય કરેલ છે. જેના પગલે આજે મોરબી જિલ્લાની તમામ નાની મોટી ખાનગી શાળા અને કોલેજોએ સજ્જડ બંધ પાળ્યો હતો. જ્યારે ખાનગી શાળા કોલેજોએ અચોક્કસ મુદત માટે બંધના એલાનથી વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે મોરબી જીલ્લામાં ૧૦ દિવસ પહેલાં કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય જોધપરમાં પણ આવી ઘટના બની હતી. જેથી આવી ઘટનાઓ વારંવાર બનાવથી મોરબી જિલ્લાના શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ છવાયો હોવાનું ખાનગી શાળાના સંચાલકોએ જણાવ્યું હતું. આ તકે સ્વરનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, પી.ડી.કાજીયા, અતુલ પટેલ, જયેશભાઇ ગામી, નિલેશભાઈ કુંડારિયા, મહેશ સાદરિયા સહિતનાએ બનાવને કડક શબ્દોમાં વખોડી કાઢીને ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી અને એમ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનામાં દોષીતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ પણ એટ્રોસીટીની કલમનો દૂરૂપયોગ થવો જોઈએ નહીં આથી અધિક કલેકટર કેતન જોશીએ આ બાબતે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી.
……………………………………………. ADVERTISEMENT …………………………………………………